મારા વિચારો, મારી ભાષામાં!

અપડેટ્સ – ૨૬૨
હજુ અસ્તિત્વમાં છું, એટલે આ પોસ્ટ આવી છે!

હવે થયું એવું કે થોડા સમય (એટલે કે થોડા વર્ષો પહેલા!) ખબર પડીકે જો ઓફિસમાં ૮ વર્ષ પૂરા થાય તો તમને ૨ મહિનાનું પેઇડ વેકેશન મળે પણ ત્યાં સુધી તો ૧૦ વર્ષ થઇ ગયા હતા અને ૨૦૨૪-૨૫માં કંઇ મેળ ન પડ્યો એટલે ત્રણેક મહિના પહેલા પ્લાન પ્રમાણે જૂન-જુલાઇમાં વેકેશન લીધું. શું પ્લાન છે, આ વેકેશનમાં? કંઇ ખાસ નહી. જેમ કરતો હતો એમ જ – સાયકલિંગ અને ફરવાનો.

ફરવામાં તો એવું કે સૌ પહેલી લાંબી ટ્રીપ કરી. ગણપતિપુળે (ગણપતિપુલે ન કહેવાય, પુળે કહેવાય!) સુધી જઇ આવ્યા અને ત્યાં આજુ-બાજુ થોડા દરિયાકિનારા જોયા અને થોડી કોંકણ પટ્ટીની મઝા લીધી. જોકે ગરમી બહુ હતી, અને વરસાદ ન આવવાના કારણે બફારો સારો એવો હતો. એકંદરે, ગાડી ચલાવવાની મઝા આવી. બરાબર પ્લાનિંગ નહોતું કર્યું પણ હવે પછી ફરી કોંકણની લાંબી ટ્રીપ કરવાની ઇચ્છા છે. મુંબઈ-ગોઆ દરિયાકિનારા માર્ગે સાયકલિંગ તો બાકી છે જ.

બીજી મહત્વની ઘટનામાં નવી સાઇકલ લેવામાં આવી. આ પણ, કેટલાય સમયથી રહી જતું હતું એટલે લે ત્યારે લઇએ બે-ચાર એમ ન કર્યું પણ ઠીક-ઠીક એવી સારી સાઇકલ લીધી એટલે મનમાં ઠંડક થઇ. કાર્બન વ્હીલ્સ, ઇલેકટ્રોનિક શિફ્ટિંગ – મઝા જ મઝા. તેના પર બે-ત્રણ વખત ૧૦૦ કિમી ચલાવી દીધા, એકંદરે સરસ અનુભવ થયો છે. હજુ થોડું ટ્યુનિંગ કરીશ એટલે બી.આર.એમ. વગેરે માટે ગોઠવાઇ જશે. હજુ લાઇટ્સ વગેરે બરોબર ગોઠવવાનું બાકી છે, કારણકે એરોડાયનેમિક હેન્ડલબાર આકારમાં વિચિત્ર છે. અને હા, ટ્યુબલેસ ટાયર્સનો પહેલો અનુભવ છે. નવા મસ્ત પાવરમીટર વાળા પેડલ્સ પણ લીધા છે.

વેકેશનનો બીજો ભાગ પણ ગોઠવાઇ ગયો છે. હવામાનદેવની કૃપા થાય અને બધું પાર ઉતરે એટલે તે વિશે મોટ્ટી પોસ્ટ પાક્કી. લેપટોપ જોડે નહી લઇ જવાય પણ મોબાઇલ પર ટ્રાય કરીશ. અમુક વસ્તુઓ તરત લખીએ તો મઝા આવે છે. પછી તો, યાદ પણ નથી રહેતું. ઓહ, ઉંમર પણ વધતી જાય છે

અપડેટ્સ – ૨૬૧
બીજો એક મહિનો વીતી ગયો અને ભૂલી ગયો કે આ બ્લોગ અસ્તિત્વમાં છે. પણ હું અસ્તિત્વમાં હોઇશ ત્યાં સુધી સમયાંતરે અપડેટ્સ આપતો રહીશ. એકાદ વર્ષ સુધી અપડેટ ન આવે તો મારી શ્રદ્ધાંજલિ શોધી શકો છો અથવા એ પણ ન આવી હોય એવી શક્યતાઓ વધુ છે!

માર્ચમાં ફરી પાછી કસરત શરુ કરી છે. સાયકલિંગ સારું થયું પણ રનિંગ હજી શૂન્ય જ છે.

ગયા અઠવાડિયે ધુરંધર-૨ જોયું અને મઝા આવી. લોકોએ તેના વિશે ઢગલાબંધ વિગતો લખી છે એટલે અહીં બાઇટ્સ નહી બગાડું. જો હજુ ન જોયું હોય તો જઇ આવજો એટલું જ લખું છું. તેમ છતાંય, મે સુધી રાહ જોવી હોય તો નેટફ્લિક્સ પર આવી જશે તેવું સંભળાય છે.

વેકેશનના ભવ્ય પ્લાન બનાવેલા છે, જોઇએ હવે તેમાંથી કેટલા ખરેખર શક્ય બને છે. તો પણ, અમે પ્લાન તો બનાવતા જ રહીશું. પ્લાન એ થી શરુ કરીને પ્લાન ઝેડ (જેને આજકાલ ફેશનમાં ઝી તરીકે ઉચ્ચારવામાં આવે છે.) સુધીના પ્લાનો બનાવી રાખ્યા છે.

અપડેટ્સ – ૨૬૦
ઘણાં સમય પછી અહીં આવવાનો સમય મળ્યો. સમય તો મળતો હતો, પણ કંઇ લખવાની આળસ દિવસે દિવસે વધતી જાય છે એટલે એ માટે સમયનો વાંક ન કાઢી શકાય.

અપડેટ્સમાં તો ઘણી ઘટનાઓ બની. કોકીના મમ્મીનું લીવર કેન્સરના કારણે જાન્યુઆરીમાં અવસાન થયું. એ પછી ઘણા દિવસો સુધી અમે વેસા હતા. કોકી છેલ્લા સમય સુધી તેમની સાથે હતી એ એક સારી વાત હતી.

મુંબઈ મેરેથોન મિસ કરી, પણ કવિન પાસે સમય હતો એટલે એ ડ્રીમ રન દોડ્યો-ચાલ્યો. ડ્રીમ રનમાં દોડવા મળે? વીસ હજારથી વધુ વસ્તી ત્યાં સાંકડા રસ્તા પર પાર કરતા જ આંખે પાણી આવી જાય. પાલનપુર હાફ મેરેથોન પછી દોડવાનું સદંતર બંધ જ છે. સાયકલિંગ સારુ ચાલે છે, પણ હવે ઉનાળો આવે છે એટલે એ પણ ઓછું થશે.

પાંડુનો ટાવર, કર્નાલા કિલ્લો

વર્ષોથી પેન્ડિંગ એવો કર્નાલા ફોર્ટ ટ્રેક કર્યો. ગાડી હોવાનો લાભ ઉઠાવ્યો અને મારા ડ્રાઇવિંગ સ્કીલનો પરિવારે લાભ લીધો. બીજા કોઇને આનો ગેરલાભ ન મળ્યો એટલું સારું થયું!

પાલનપુર હાફ મેરેથોન ૨૦૨૬
ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ આ મેરેથોન દોડવાનું નક્કી કરેલું, સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું હતું કે આખા વર્ષમાં એક પણ વખત ૧૦ કિમી કરતા વધુ અંતર દોડ્યા ન હોય અને સીધા જ હાફ મેરેથોન કરવા જવું એ એક પ્રકારનું સાહસ જ કહેવાય. એટલે એક સરખા પેસ પર દોડવું એવું નક્કી કર્યું. જોશ ને બાજુ પર રાખવો. ટ્રેનની ટિકિટ પહેલેથી હતી એટલે પાલનપુર પહોંચ્યો ત્યારે પપ્પાએ બિબ નંબર લઈને રાખ્યો હતો. કેયુર જોડે ગાડીમાં સવારે બાલારામ જવાનું નક્કી કર્યું અને શનિવારે પાલનપુરમાં એક વોક કરી જૂની યાદો તાજી કરી.

સવારે સમયસર તૈયાર હતો અને અજાણ્યા લોકોને કૂતરું કરડે એટલે સવારે પપ્પા દિલ્હી ગેટ સુધી મૂકવા આવ્યા. કેયુર અને અનિતા આવી ગયા હતા અને અમે ફટાફટ બાલારામ પહોંચી પણ ગયા. હાફ મેરેથોન માટે ૬.૪૦ નો સમય હતો, પાંચેક મિનીટની રાહ જોવડાવી અને અમે ઠંડીમાં થથરી ગયા. કહેવાની જરૂર છે કે હું અહીં કોઈ પણ પ્રકારના ઠંડી પ્રતિરોધક વસ્ત્રો વગર જ આવ્યો હતો. એકાદ કિમી દોડ્યા પછી કોઈ ગરમ વસ્ત્રોની જરૂર પડી નહીં પણ હાથ ગરમ થતા પાંચ કિમી લાગી ગયા!

આ આખો રસ્તો સરસ છે. સીધો નથી પણ એટલો પણ ચઢાણ વાળો નથી. ગયા વર્ષે ૧૦ કિમી પછી મારો ડાબો પગ બૂમો પાડતો હતો એટલે આ વખતે ધ્યાનથી દોડ્યો અને યુ ટર્ન સુધી ૧ કલાક ૧૦ મિનિટ થઈ ગઈ હતી એટલે નક્કી હતું કે હવે ૨.૩૦ કલાક લાગશે. વળતો રસ્તો હવે ખબર હતી. એક ઢાળ પર આરામથી ચાલ્યો એ સિવાય ક્યાંય ઊભા રહેવાનું બન્યું નહીં. દર કિમી પર ઢોલ વાગતા હતા જે ૧૫ કિમી પછી ઠંડા પડી ગયા હતા. આ વખતે હાફમાં લોકો ઓછા લાગ્યા અને આયોજકોનો જોશ પણ ઠંડો લાગ્યો.

ત્યાર પછી કઈ પણ નવાજુની વગર રેસ પૂરી કરી અને મહત્વનો એવો મેડલ મેળવ્યો.બે ત્રણ જણા ઓળખીતા દેખાયા અને પછી નાસ્તો કરી અમે પાલનપુર જવા નીકળ્યા. રસ્તામાં કેયુરે મસ્ત ફાફડા-જલેબી ખવડાવ્યા. મેરેથોન પછી રિકવરી માટે ફાફડા એ મસ્ત વસ્તુ છે.

કાર્તિક અને

તો આ હતી અમારી મેરેથોન. હવે મુંબઈ મેરેથોન આવે છે ને એમાં તો ૪૨.૨ કિમી દોડવાનું છે. અત્યારથી જ પગ થથરી રહ્યા છે!

નોંધ: આ આખી પોસ્ટ મોબાઈલ પર લખી છે. લખ્યું-ના લખ્યું માફ કરજો.

૨૦૨૫ના બોધપાઠ અને ૨૦૨૬ના સંકલ્પો
બોધપાઠતો આપણે લેતા નથી અને સલાહ તો કોઇને આપતા નથી. હા, ન પૂરા થાય તેવા સંકલ્પો જરુર કરીએ છીએ.

તો પણ, ૨૦૨૫ના બોધપાઠ્સમાં જોઇએ તો,

શરીર સાચવવું એ હવે અઘરું બનતું જાય છે. વધારે પડતી રાહ ન જોવી અને ડોક્ટરને બતાવી દેવું.

શરીર સાચવવું એ વધતી ઉંમર સાથે વધારે અઘરું છે. દસ વર્ષ પહેલાની ફીટનેસ છે, પણ એ પ્રકારનું ફીટ હોય એવું મન નથી. એટલે હવે, માનસિક ફીટનેસની પણ જરુર છે.

લોકો મૂર્ખ છે, પણ એ લોકોમાં આપણો પણ સમાવેશ થઇ જાય છે અને દે દામોદર દાળમાં પાણી થઇ જાય છે.

ઉત્સાહ સારી વસ્તુ છે, પણ આગળ-પાછળ જોઇને કોઇ ઇવેન્ટ્સમાં નોંધણી કરાવવી.

દીપડાઓ ક્યુટ હોય છે, પણ રાત્રે સામે આવી જાય તો ક્યુટ નથી હોતા (સત્ય સાયકલિંગ ઘટના પર આધારિત બોધપાઠ) હા, મરાઠીમાં દીપડા એટલે બીબટ્યા શબ્દ બહુ જ ક્યુટ છે!

ગુસ્સો સારી વસ્તુ નથી.

હવે ૨૦૨૬ના સંકલ્પો:

ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું.

દોડવું. ખરેખર નિયમિત દોડવું.

વાચન અને લેખન ફરી શરુ કરવું.

સ્વિમિંગ/તરતા શીખવું. ખબર નહી પણ કેમ આ ડર ક્યાંથી બેસી ગયો છે? આ ડરની આગળ જ મારી જીત છે.

નવા કાર્બન વ્હીલ્સ અને ગ્રાવેલ બાઇક લેવી